{"product_id":"rehab-satori-રિહેબ-સટોરી-by-dr-nimitt-oza-gujarati-edition-paperback","title":"(Rehab \u0026 Satori) રિહેબ (સટોરી By Dr. Nimitt Oza (Gujarati Edition) (Paperback)","description":"\u003cp\u003e\u003cspan\u003eગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે, તેમ તેમ પાસ્કલનું આ વિધાન મને વધુ સ્પષ્ટતાથી સમજાતું જાય છે. પોતાની જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ થઈ જવું, એ મનુષ્યની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જગત સાથે ભાઈબંધી કરતાં પહેલાં જાત સાથે મિત્રતા કરવી પડે છે. જેઓ પોતાનું કાયમી સરનામું પોતાની જાતમાં નથી શોધી શકતા, તેઓ સતત કશાકની શોધમાં રહે છે. કાં તો પ્રેમની ને કાં તો પ્રશંસાની, કાં તો મિત્રતાની ને કાં તો મનોરંજનની, કાં તો સુખની ને કાં તો સંબંધની. આપણી કેટલીય ભાવનાત્મક ઈજાઓના મૂળમાં એકલતાનો ડર રહેલો હોય છે. જાતને અવોઇડ કરવા માટે આપણને સતત ડીસ્ટ્રેક્શન્સ જોઈએ છે. કાં તો એન્ટરટેઈનમેન્ટ જોઈએ છે, કાં તો ઇન્ફોર્મેશન. કાં તો રીલ્સ જોઈએ છે, કાં તો ન્યુઝ. કાં તો સાથી જોઈએ છે, કાં તો સથવારો. બસ, આપણે એકલા નથી રહી શક્તા. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે, અજાણ્યા લોકો સાથે ચૅટ કરતી વખતે, ડેટિંગ પ્રોફાઈલ પર ‘સ્વાઇપ રાઈટ’ કરતી વખતે, ટીવી પર ચેનલ્સ બદલતી વખતે અને ‘પ્લેઝર’ની શોધમાં આવા અનેક દરવાજા ખટખટાવતી વખતે જાણે આપણે પૂછ્યા કરીએ છીએ, ‘એક્સક્યુઝ મી, થોડો સમય તમારા ઘરમાં રહી શકું? મને મારામાં મજા નથી આવતી.’ અને પછી આપણે ઘર બદલ્યા કરીએ છીએ. શેરીઓ, રસ્તા અને ઠેકાણાં બદલ્યા કરીએ છીએ. પણ આપણી જાત અને એકાંત પાસે પાછા નથી આવતાં. નોટિફિકેશન્સ, ડીસ્ટ્રેક્શન્સ અને ઈન્સ્ટન્ટ કનેક્શન્સના આ યુગમાં જેઓ જાતમાં પુનવર્સન કરી શકે છે, તેઓ જ પોતાની અલ્ટીમેટ આઝાદી માણી શકે છે. જાતમાં પુનવર્સન કરવા માટે સૌથી ભરોસાપાત્ર ભાઈબંધ એટલે પુસ્તકો. એવું જ એક પુસ્તક એટલે ‘રિહૅબ બુક’.\u003c\/span\u003e\u003cspan\u003eસટોરી એટલે આત્મબોધ. અચાનક મળેલા આત્મ-જ્ઞાનને ઝેન બુદ્ધિઝમમાં સટોરી કહેવાય છે. આ કથા આત્મોદ્ધારની છે. વિષાદ યોગથી પીડાતી મારા અને તમારા જેવી એક વ્યક્તિનું જીવન, સમજણ અને સ્વીકારથી કઈ રીતે પરિવર્તન પામે છે એની કથા છે. આપણને સહુને જેની સૌથી વધારે જરૂર છે એવી આત્મ-ખોજ આ કથાનો કેન્દ્રવર્તી વિચાર છે. ઉદાસીથી ઉદ્ધાર સુધીની યાત્રામાં આપણને દરેકને એક વ્યક્તિગત બુદ્ધની જરૂર પડે છે. વિષાદમાંથી સાંખ્ય સુધી જવા માટે એક પર્સનલ કૃષ્ણની જરૂર વર્તાય છે. વિષાદની પીડા જ્યારે એની ચરમસીમાએ પહોંચે છે, ત્યારે આત્મબોધ જન્મે છે. જ્ઞાનમાર્ગ ગુગલ પર નથી જડતો. ત્યાં સુધી પહોંચવા માટે કોઈ જ્ઞાનીની મદદ લેવી પડે છે. પુસ્તક, પ્રતીતિ અને પ્રજ્ઞાવાન મનુષ્ય, આ ત્રણેય આપણો ઉદ્ધાર કરે છે. એ બુદ્ધની હોય કે કૃષ્ણની, મહાવીરની હોય કે મહાત્માની, આપણી સમજણ અને ચેતનાના વિસ્તાર માટે કથા જરૂરી હોય છે. કથા જ આપણું કલ્યાણ કરે છે. એવી જ એક કલ્યાણકારી કથા એટલે સટોરી.\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"The Indian Book Store","offers":[{"title":"Default Title","offer_id":67629310017672,"sku":null,"price":499.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0590\/3830\/2344\/files\/images_-_2026-10-06T171934.263.jpg?v=1791287416","url":"https:\/\/www.theindianbookstore.in\/products\/rehab-satori-%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b9%e0%ab%87%e0%aa%ac-%e0%aa%b8%e0%aa%9f%e0%ab%8b%e0%aa%b0%e0%ab%80-by-dr-nimitt-oza-gujarati-edition-paperback","provider":"The Indian Book Store","version":"1.0","type":"link"}